દેબરા (પશ્ચિમ બંગાળ): પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દેશમાં ફાસીવાદી સરકાર ચલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ભાજપ  વિરુદ્ધના પોતાના અભિયાનની સરખામણી 1942ના ભારત છોડો આંદોલન સાથે કરી. તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમોએ અહીં એક રેલીને સંબોધન કરતા કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ વડાપ્રધાન અને તેમની પાર્ટીને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રની 300 વર્ષ જૂની પરંપરા મુજબ ભવિષ્યવાણી થઈ, 'આ' દિગ્ગજ નેતા બનશે વડાપ્રધાન


મમતા બેનર્જીએ કહ્યું કે, 'કોઈએ તો આ જોખમ લેવું પડશે. 1942માં અંગ્રેજો વિરુદ્ધ ભારત છોડો આંદોલન શરૂ થયું હતું, હવે અમે ફાસીવાદી મોદીને સત્તામાંથી હટાવવા માટે લડી રહ્યાં છીએ.'


'આપણે મોદી અને ભાજપને બહારનો રસ્તો દેખાડીએ'
તેમણે કહ્યું કે, 'જો મોદી ફરીથી જીત્યા તો દેશમાં આઝાદી કે લોકતંત્ર નહીં રહે. આ જ સમય છે કે આપણે મોદી અને ભાજપને બહારનો રસ્તો દેખાડીએ. આ જ સમય છે કે લોકતાંત્રિક (ચૂંટણીલક્ષી) કવાયત દરમિયાન આ સરકારને ખતમ કરી નાખીએ.'


મોદીએ દત્તક લીધેલું આ ગામ અચાનક આવી ગયું ચર્ચામાં, ઠેર ઠેર લાગ્યાં પોસ્ટર્સ


મુખ્યમંત્રીએ દાવો કર્યો કે, 'લોકો સાર્વજનિક રીતે પોતાનો મત વ્યક્ત કરતા ડરી રહ્યાં છે. તેમણે કહ્યું કે દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ છે. કોઈ પણ ખુલીને બોલી શકતુ નથી. કારણ કે તેઓ તેમનાથી ડરે છે...આ તાનાશાહી અને આતંકને રોકવો પડશે.'


જુઓ LIVE TV


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...